4 દિવસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી : ઓવરટેક કરતી વખતે રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 11:45 am, Tue, 7 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે શુક્રવારના રોજ વિરમગામ પાસે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક રિક્ષા ચાલક યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલો યુવક અમદાવાદના સારંગપુર ખાતે પરિવાર સાથે રહેતો હતો. તે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

શુક્રવારના રોજ તે અમદાવાદથી શંખેશ્વર જતો હતો ત્યારે વિરમગામ પાસે ઓવરટેક કરતી વખતે તેની રીક્ષા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા રિક્ષાચાલકનું નામ વિષ્ણુભાઈ ભરતભાઈ ઠાકોર હતું.

વિષ્ણુભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોડીંગ રીક્ષા ચલાવતા હતા. વિષ્ણુભાઈનું મૃત્યુ થતાં તેનો પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. વિષ્ણુભાઈ શુક્રવારના રોજ પોતાની લોડીંગ રીક્ષામાં ગાંધીરોડ ખાતે પુસ્તકો ભરીને શંખેશ્વર જવા માટે નીકળ્યા હતા. સાંજે છ વાગ્યાની આસપાસ વિરમગામ પાસે તેઓ પુરપાટ ઝડપે માં ઓવરટેક કરવા જાય છે.

આ દરમિયાન તેઓ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે. તેથી તેમની રીક્ષા બેકાબૂ થઈ લે રોડની સાઇડના ખાડામાં પલટી ખાઈ જાય છે. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા અન્ય યુવકો ફંગોળાઈ ગયા હતા. તેથી તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે રિક્ષાચાલક વિષ્ણુભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

વિષ્ણુભાઈને 108ની મદદથી વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિષ્ણુભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિષ્ણુભાઈના ઘરે શુક્રવારના ચાર દિવસ પહેલા એક બાળકનો જન્મ થયો હતો. અકસ્માતમાં પિતાનું મૃત્યુ થતાં ચાર દિવસના બાળકી પિતાની છત્રછાયા ગુમાવી હતી. વિષ્ણુભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "4 દિવસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી : ઓવરટેક કરતી વખતે રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*