ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે આટલા રૂપિયા, જલ્દીથી પતાવી લો આ નાનકડું કામ.

Published on: 4:59 pm, Sat, 1 May 21

જો તમે હજુ સુધી પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવી નથી તો તે 30 જૂન પહેલા કરાવી લો. તેનાથી તમને ફાયદો એ થશે કે આ વર્ષના બંને હપ્તા તમારા ખાતામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના નિયમો અનુસાર જો તમે જૂન મહિનામાં અરજી કરો છો અને તમારી અરજી મંજૂર થાય છે.

તો તમને જૂન અથવા જુલાઈમાં 2000 રૂપિયા મળશે અને આ પછી ઓગસ્ટમાં તમારા બેન્ક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો પણ આવશે. હમણાં દેશના 11 કરોડથી વધુ લોકો પ્રધાનમંત્રી કિસાન યોજના એપ્રિલથી જુલાઈ ના હપ્તા ની રાહ જોઈ રહ્યા છે.

હપ્તો મેળવવા માટે તમારી પાસે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે અને તમારું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 2000ના હપ્તાને લઈને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

જ્યારે પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે આધાર નંબર જરૂરી ન હતો અને બીજા હપ્તા થી આધાર નંબર ફરજીયાત બનાવ્યો હતો. જોકે અસમ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીર ને આમાં છૂટ આપવામાં આવી છે.

સૌથી પહેલા તમે પ્રધાનમંત્રી કિસાન યોજના ની સત્તાવાર વેબસાઇટ પર જઇ વિઝિટ કરવાની રહેશે અને તેના હોમપેજ પર તમને ફાર્મર કોર્નર નું ઓપ્શન જોવા મળશે.

ફાર્મર કોર્નર સેક્સનની અંદર તમારે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ફરી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટ થી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામને સિલેક્ટ કરવું જોઇએ.

અને ત્યાર બાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ લાભાર્થી ઓનુ સમગ્ર લિસ્ટ બહાર આવી જશે તેમાં તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે આટલા રૂપિયા, જલ્દીથી પતાવી લો આ નાનકડું કામ."

Leave a comment

Your email address will not be published.


*