પાટીલ ભાવુએ લોન્ચ કરી વીમા યોજના, સુરતવાસીઓને ફ્રીમાં મળશે કોરોના કવચ વીમો.

Published on: 3:57 pm, Sat, 1 May 21

હાલમાં વકરી રહેલી મહામારીની પરિસ્થિતિ વચ્ચે મુક્તિ તિલક ફાઉન્ડેશન તથા સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતવાસીઓને કોરોના કવચ વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર સુરતનો કોઈપણ વ્યક્તિ 1 મે થી 5 મે દરમિયાન એક લાખ રૂપિયાનો કોરોના નો વીમો ઑનલાઇન ઉતારી તેના પ્રીમિયમ ની રસીદ મુક્તિ તિલક ફાઉન્ડેશનના સેન્ટર પર જમા કરાવશે.

તો તેમને પ્રીમિયમ ના પૈસા પાછા આપવામાં આવશે. આમ અંદાજે 25 હજાર લોકો આ પ્રીમિયમ ની રસી લઈને આવશે તો અઢી કરોડ જેટલી રકમ મુક્તિ તિલક સંસ્થા દ્વારા પ્રીમિયમ તરીકે પાછી આપવામાં આવશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને મહા મારી ના સમય માં જે તકલીફ પડી રહી છે એમાં રાહત મેળવવા માટે વીમો ઉતરાવી લેવાની અપીલ કરી હતી.

આ વીમા કવચ યોજના નું નામ સી.આર.પાટીલ કોરોના કવચ યોજના નું નામ પાડ્યું છે. મુક્તિ તિલક સંસ્થાના ટ્રસ્ટી સુરેશ શાહે જણાવ્યું હતું કે શહેરના 18 થી 65 વર્ષ સુધીના તમામ લોકો આ વીમાકવચ લઇ શકશે.

આવતી હોય એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની કોરોના રક્ષક પોલિસી લેવાની રહેશે. જેની કારમાં 195 દિવસ ની છે અને વિમાની રકમ એક લાખની રહેશે. આ વીમો લેતા પહેલા પ્રીમિયમ ઓનલાઈન ભરવાનું રહેશે.

વીમાની પોલિસી મળે ત્યારે તેની ઝેરોક્ષ, આધાર કાર્ડ લઈ મુકિત તિલક ફાઉન્ડેશન ઓફિસે પહોંચી સંસ્થાને ફોર્મ ભરી જમા કરાવીને ચૂકવેલી પ્રીમિયમની પૂરેપૂરી રકમ પરત મેળવી શકશે. પોલીસી માત્ર કોરોના ની સારવાર માટે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટીલ ભાવુએ લોન્ચ કરી વીમા યોજના, સુરતવાસીઓને ફ્રીમાં મળશે કોરોના કવચ વીમો."

Leave a comment

Your email address will not be published.


*