ખેડૂતો માટે ખુશીના સમાચાર : મોદી સરકાર ટ્રેક્ટર ખરીદવા માટે આપશે 50 ટકા સબસીડી, જાણો કેવી રીતે ઉઠાવી શકો છો લાભ…

Published on: 5:40 pm, Tue, 27 July 21

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે. એવામાં કેન્દ્ર સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના ની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી કિસાન ટેકટર યોજના માં સબસીડી આપવામાં આવશે.

આજ યોજનામાં તમે કોઇ પણ કંપનીના ટ્રેક્ટર ખરીદો તેના પર તમારે 50% ની ચુકવણી કરવી પડશે. અને બાકીના નાણાં કેન્દ્ર સરકાર સબસીડી તરીકે આપશે.

ખેડૂતો માટે ટ્રેક્ટર ખૂબ જ મહત્વનું સાધન છે. દેશમાં મોટાભાગના ખેડૂતો એવા છે જે આર્થિક સંકટના કારણે ટેક્ટર નથી લઈ શકતા. તો આવા ખેડૂતોને સસ્તી કિંમતમાં ટ્રેક્ટર મળે તે માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર 50 ટકા સબસીડી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાના કારણે ખેડૂતો ભાડે ટ્રેક્ટર લેવાની સમસ્યામાંથી મુક્ત થઈ જશે.

આ ઉપરાંત ઘણી રાજ્ય સરકાર પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર 20 થી 50 ટકા સુધી સબસીડી આપે છે. કેન્દ્ર સરકાર ફક્ત ખેડૂતોને સબસિડી આપશે. ખેડૂતોને ફક્ત 1 ટ્રેક્ટર ખરીદવા પર જ સબસીડી મળશે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે જમીનના કાગડો, આધાર કાર્ડ, બેન્કની વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટા હોવા જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઇને ખેડૂતોને ઓનલાઇન અરજી કરવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!