અરે બાપ રે..! સતત પાંચમા દિવસે સોનાના ભાવમાં થયો મોટો વધારો,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…

Published on: 4:11 pm, Fri, 2 February 24

જો દોસ્તો તમે પણ સોનુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં વધારા સાથે થઈ હતી અને લાંબા સમય પછી જ્યારે સંજોગ બન્યો છે જ્યારે પાંચમા દિવસે પણ સોનાના ભાવમાં વધારો થયો છે

અને ચાંદીના ભાવમાં પણ તેજીનો દોર યથાવત છે.આ ટ્રેડિંગ અઠવાડિયાના પાંચમા દિવસે એટલે કે આજરોજ શુક્રવારે સોનુ 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 63650 રૂપિયા 24 કેરેટ સોનાનો ભાવ પહોચ્યો છે જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ વધીને 63,490 રૂપિયા પહોંચ્યો હતો.

જો દોસ્તો ચાંદીના ભાવની પણ વાત કરવામાં આવે તો 200 રૂપિયાના વધારા સાથે શુક્રવારના રોજ ચાંદીનો ભાવ 76,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો જ્યારે ગુરુવારની વાત કરવામાં આવે તો 200 રૂપિયાના ઘટાડા સાથે 76,300 ની સપાટી પર બોલાયો હતો.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! સતત પાંચમા દિવસે સોનાના ભાવમાં થયો મોટો વધારો,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*