જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વનું છે. કારણ કે આજે અમે તમને સોનુ અને ચાંદીના લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ અને સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો તેના વિશે પણ વિસ્તૃતમાં વાત કરવાના છીએ.
આજ રોજ 6 માર્ચ 2024 ના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 250 રૂપિયાના વધારા સાથે 59750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં 280 રૂપિયાના વધારા સાથે 65180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.
દોસ્તો હાલમાં સોનાના ભાવમાં સતત બે ત્રણ દિવસથી વધારો થઈ રહ્યો છે અને તે વધારો પણ સામાન્ય નથી. મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં સામાન્ય લોકો માટે સોનુ ખરીદવું ઘણું મુશ્કેલ છે.જો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજ રોજ 6 માર્ચ 2024 ના
રોજ એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદી 74,500 પ્રતિ કિલો ની સપાટીએ પહોંચી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ગઈકાલે મતલબ કે પાંચ માર્ચે ચાંદીના ભાવમાં 1100 રૂપિયાનો મોટો વધારો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment