છોકરીઓએ પોતાના મિત્રને ટાયરમાં ફસાવીને ડુંગર ઉપરથી નીચે ફેંકી દીધો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Girls fun friends Viral video: હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો(Social media) વપરાશ કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ત્યારે એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં કેટલીક છોકરીઓએ મળીને પોતાના મિત્ર સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે. દરેક લોકોના જીવનમાં મિત્રનું મહત્વ વધારે હોય છે અને મિત્રો હંમેશા મોજ મસ્તીના(Girls fun friends Viral video) મૂડમાં જ રહે છે. મિત્રોની મસ્તીના અવારનવાર ઘણા વિડીયો તમે સોશિયલ મળ્યા પર જોયા હશે. ત્યારે હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં મિત્રોની મસ્તી જોઈને ઘડીક વાર તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીઓ તેમના મિત્રને એક મોટા ટાયર ના હોલમાં બેસાડી રહે છે. ત્યાર પછી આ ટાયર એક ઢાળવાળી જગ્યા ઉપરથી નીચે ધકેલી દે છે. જેના કારણે ટાયર અને ટાયરમાં બેઠેલો મિત્ર બંને ખૂબ જ ઝડપમાં નીચેની તરફ જાય છે. આ દરમિયાન નીચે રોડ પરથી એક કાર પસાર થાય છે.

કારને જોઈને ઉપર ઉભેલા મિત્રોનો તો ઘડીક વાર શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. સદનસીબે કાર ત્યાંથી પસાર થાય તે પહેલા ટાયર અને ટાયરમાં બેઠેલો મિત્રો રોડની બીજી બાજુ ચાલ્યા જાય છે. જેના કારણે કોઈ અકસ્માતની ઘટના બની ન હતી.

જો આ ઘટનામાં જરાક પણ આમ તેમ થયું હોત તો ટાયરમાં બેઠેલો યુવક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હોત. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટાયર રોડ ની બીજી બાજુ જતું રહે છે ત્યારબાદ ટાયરમાં બેઠેલો વ્યક્તિ પોતાનું હાથ ઊંચો કરીને જણાવે છે કે તે એકદમ ઠીક છે. જેના કારણે ઉપર ઉભેલા તેના મિત્રો અને બંને યુવતીઓ ખુશીમાં કુદવા લાગે છે.

વાયરલ થયેલો આ વિડીયો વીટર પર @NoContextHumans નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો આવી મસ્તી ન કરવાની સલાહ આપી રહ્યા છે. કારણકે અમુક વખત આવી મસ્તીના કારણે લોકોનો જીવ પણ જતો રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*