છોકરીના પિતાએ 14 વર્ષના છોકરાઓનો જીવ લઈ લીધો, ત્યારબાદ છોકરાના મૃતદેહ સાથે કર્યું એવું કે…ઘટના જાણીને તમે પણ હચમચી જશો

Published on: 11:52 am, Thu, 29 September 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક છોકરીના પિતાએ માત્ર 14 વર્ષના છોકરાનો જીવ લઇ લીધો છે. આ ઘટના કાનપુરમાં બની હતી. છોકરાનો જીવ લીધા બાદ મૃતદેહને એક કોથળામાં ભરી લીધું હતું. ત્યારબાદ કોથળાની સાથે 20 જેટલી ઇંટો બાંધીને બાળકના મૃતદેહને ગંગા બેરેજ પાસેના તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ સૌરભ હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, સૌરભ તેના મિત્રો સાથે ગામમાં એક છોકરીને મળવા ગયો હતો. ત્યારે છોકરીના પિતા સૌરભને જોઈ ગયા હતા. ત્યારબાદ છોકરીના પિતાએ સૌરભનો જીવ લઈ લીધો અને મૃતદેને તળાવમાં ફેંકી દીધું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, લગભગ બે દિવસ પહેલા સૌરભ ઘરેથી ગુમ થયો હતો. તેના પિતા ખેડૂત છે. સમગ્ર ઘટનાને લઈને તેના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો મંગળવાર ના રોજ તેના મિત્ર કૌશલ, રાકેશ અને શનિ સાથે મુંડન સમારોહમાં હાજરી આપવા માટે ગયો હતો. રાત્રે બાર વાગ્યાની આસપાસ જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામના ઉદાન અને સોનું નામના વ્યક્તિએ સૌરભને ઘેરી લીધો હતો.

ત્યારબાદ સૌરભ અને તેના મિત્રો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ આરોપીઓ દ્વારા ધારદાર વસ્તુઓ વડે સૌરભ ઉપર પ્રહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે પડી ગયો હતો. તેના મિત્રો ભાગીને મારા ઘરે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ મને કરી હતી. ત્યારબાદ મેં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે ફરિયાદ ફગાવી દીધી હતી. ત્યારબાદ મેં પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

પરિવારના લોકોની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉદ્દાન અને સોનુ સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ કસ્ટડીમાં એક આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, સૌરભ આરોપીની દીકરીને મળવા ગયો હતો. ત્યારે આરોપી પિતાએ છોકરી અને છોકરાને રંગે હાથે પકડી પાડ્યા હતા.

ત્યારબાદ પોલીસે આરોપી ઉદાનની કસ્ટડીમાં પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો હતો. તેને જણાવ્યું કે સૌરભ તેની દીકરીને મળવા ગયો હતો. મેં બંનેને રંગે હાથ પકડ્યા હતા. ત્યારબાદ સૌરભનું જીવ લઇ લીધો અને તેના મૃતદેહને એક કોથળામાં નાખીને 20 ઇંચ સાથે બાંધીને તળાવમાં ફેંકી દીધું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છોકરીના પિતાએ 14 વર્ષના છોકરાઓનો જીવ લઈ લીધો, ત્યારબાદ છોકરાના મૃતદેહ સાથે કર્યું એવું કે…ઘટના જાણીને તમે પણ હચમચી જશો"

Leave a comment

Your email address will not be published.


*