સમાચાર

સુરતમાં 4 વર્ષની બાળકી રમતા રમતા ચોથા માળેથી નીચે પડી ગઈ… માસુમ બાળકીનું રિબાઈ રિબાઈને દર્દનાક મોત…

સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોથા માળેથી નીચે પડતા ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી ઘરની ગેલેરીમાં રમી રહી હતી. આ દરમિયાન રમતા રમતા તે ચોથા માળેથી નીચે પડી હતી.

પછી આસપાસના લોકો બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. માત્ર 4 વર્ષની દીકરીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં નવાગામ ખાતે રાહુલ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. રાહુલના પરિવારમાં તેની પત્ની અને બે દીકરીઓ છે. રાહુલ એક જાહેરાતની કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાહુલની ચાર વર્ષની દીકરી અંકિતા અને તેની નાની બહેન ઘરના ચોથા માળે ગેલેરીમાં રમી રહી હતી.

રાહુલની પત્ની બીમાર હોવાના કારણે તે રૂમમાં સૂતી હતી. આ દરમિયાન રાહુલ રસોડામાં રસોઈ બનાવી રહ્યું હતું. ત્યારે અંકિતા એક પુરી લઈને ગેલેરીમાં રમવા ગયા હતી. ત્યારે રમતા રમતા તે ચોથા માળેથી નીચે પડી હતી.

દીકરીનો અવાજ સાંભળીને પિતા તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી પોતાની દીકરીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. દીકરીનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ કિસ્સો વાલીઓ માટે લાલબતી સમાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *