Girl dies of heart attack while dancing: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે મોત થવાની ઘટના ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાના વિડીયો પણ જોયા હશે જેમાં ગરબા રમતી વખતે, જીમ કરતી વખતે, ડાન્સ કરતી(Heart attack while dancing) વખતે અથવા તો બેઠા બેઠા હાર્ટ એટેક આવતા લોકોના મોત થતા હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર હાર્ટ એટેક આવવાની એક ઘટનાઓનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી અચાનક જ ડાન્સ કરતી વખતે નીચે પડી ગઈ હતી અને હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હતું. વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થયેલો આ વિડીયો ઘણો જૂનો છે. પરંતુ અમે ફરી એક વખત તમારી સમક્ષ આ ઘટના રજૂ કરી રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કંઈક કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજુબાજુના ઘરને ફૂલેથી શણગારવામાં આવેલા છે. કેટલાક લોકો ખુરશી ઉપર બેઠેલા નજરે પડી રહ્યા છે.
બંને બાજુ ખુરશીઓ મૂકવામાં વચ્ચે એક રસ્તો બનાવવામાં આવ્યો છે. જેમાં કેટલાક લોકો પોતાના હાથમાં કાંઈક વસ્તુ લઈને ડાન્સ કરતા કરતા આગળ વધી રહ્યા છે. આ દરમિયાન લીલા કલરનો ડ્રેસ પહેરેલી એક છોકરી પણ ડાન્સ કરતી નજરે પડી રહે છે. ડાન્સ કરતી વખતે અચાનક જ છોકરી આગળ વધીને જમીન પર ઢળી પડે છે.
View this post on Instagram
આ ઘટના બનતા આજે ત્યાં હાજર લોકો તાત્કાલિક છોકરી પાસે દોડીને પહોંચી જાય છે. પરંતુ છોકરીને હાર્ટ એટેક આવી ગયો હતો. આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયા હતા હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gujaratiflix નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment