અગ્ર સચિવ ડો જયંતિ રવિ નો સુરત માં પાન-માવા ના ગલ્લા બંધ કરવાનો આદેશ , જાણો ક્યાં ક્યાં બંધ કરાશે ગલ્લા

ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે દેશની પ્રજા અને સરકાર બંને મૂંઝવણમાં છે. અમદાવાદ પછી સુરત માં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વિસ્ફોટ થતાં અમદાવાદ પર કામ કરતાં ડોક્ટર જયંતિ રવિ ને સુરત આવીને કામ ચાલુ કરેલ છે.

ડોક્ટર જયંતિ રવિ અલગ અલગ સમાજ સાથે મળીને કોરોના કેસોની સંખ્યા પર ચર્ચા વિચારણા કરી છે દરેક સમાજ બેન ને સંપૂર્ણ સાથ આપવા માટે હાથ ઉભા કરેલ છે.સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થવાના કારણે ડોક્ટર જયંતિ રવિએ સુરતમાં અમુક સ્થળો પર પાન માવા ની દુકાનો બંધ કરવાના આદેશ કરેલ છે.

અહીંયા બંધ કરાશે પાન – માવા ના ગલ્લાઓ

સુરતમાં પાન માવા ગલ્લાઓ ના બંધ ના આદેશ આપતા ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે સુરતમાં જે જે વિસ્તારમાં કેસ આવશે તે વિસ્તારમાં ગલ્લાઓ બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકો પાન માવા ના ગલ્લા ઉપર એકત્ર થઈને જ્યા ત્યાં થુકીને કોરોના ના કેસો ની સંખ્યા વધારી રહ્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*