રાજ્યના આ વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો બજાર બંધ, તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય

209

અમદાવાદમાં કોરોના નું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતા હોય છે. લોકો મોટી સંખ્યામાં બહાર ભેગા થવાના કારણ છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફરીથી રાત્રે દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો ખુલ્લી રહેવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે છે.અમદાવાદ શહેરના 27 વિસ્તારમાં નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. યુવાઓની બેદરકારીના કારણે આ અમદાવાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં લોકો માસ્ક વગર બિન્દાસ ફરતા હતા. જેને કારણે અહીં એમ સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઉપરાંત અનલૉક બાર દુકાનો શરૂ કરવાની મંજૂરી આપતા પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર લોકો બહાર રસ્તા ઉપર ઊભા રહેતા હતા. જેને કારણસર કોરોના સંક્રમણ સતત ભય રહેતો હતો.

આ વિસ્તારોમાં રાત્રે દુકાનો નહીં ખોલી શકાય:

1) પ્રહલાદ નગર રોડ

2) કર્ણાવતી ક્લબ રોડ

3) બુટ ભવાની મંદિર થી આનંદ નગર રોડ

4) પ્રહલાદ નગર ગાર્ડન થી પેલેડિયમ સર્કલ

5) એસ.જી.હાઈવે

6) ઇસ્કોન ક્રોસ રોડ થી શપથ ચાર પાંચ સર્વિસ રોડ

7) સિંધુભવન રોડ

8) બોપલ આંબલી રોડ

9) ઇસ્કોન થી બોપલ આંબલી રોડ

10) ઇસ્કોન આંબલી રોડ થી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર

11) સાયન્સ સિટી રોડ

12) શીલજ સર્કલ થી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટ ના એસપી રિંગ રોડ ઉપર

13) આંબલી સર્કલ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી

14) સીજી રોડ

15) લો ગાર્ડન

16) વસ્ત્રાપુર તળાવના ફરતે

17) માનસી સર્કલ થી ડ્રાઇવ ઇન રોડ

18) ડ્રાઇવ ઇન રોડ

19) પ્રહલાદ નગર સો ફૂટ રોડ

20) શ્યામલ બ્રિજ થી જીવરાજ કોર્સ રોડ

21) બળીયાદેવ મંદિર થી જીવરાજ કોર્સ રોડ

22) iim રોડ

23)બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ

24) રોયલ અકબર ટાવર પાસે

25) સોનલ સિનેમા રોડ થી આંબર ટાવર થી વિશાલા સર્કલ

26) ઉજાલા સર્કલ

27) સાણંદ ક્રોસ રોડ

રાજીવ ગુપ્તા દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના યુવાનો દ્વારા બેદરકારી રાખવામાં આવે છે. માસ્ક પહેરતા નથી અને ટોળે વળીને બેઠા હોય છે. જેને કારણે તેઓ સંક્રમિત થાય તો તેમના પરિવારજનોને પણ કોરોનો ચેપ લાગવાનો ખતરો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!