જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 યુવાનોના દર્દનાક મોત… પરિવાર રડી રડીને અડધું થઈ ગયું…

Published on: 6:46 pm, Mon, 7 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અને દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રતિ માહિતી અનુસાર જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવકોની કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ચાર મિત્રોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે હાજર તમામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ અકસ્માતની ઘટના અનુપગઢ-રાયસિંહનગર રોડ પરથી બની હતી. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય જીતેન્દ્ર, 23 વર્ષીય અંકુશ, 22 વર્ષીય સાહિલ અને 23 વર્ષીય રોહિત નામના યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા જીતેન્દ્ર અને અંકુશ સગા ભાઈઓ છે.

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને વસીમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ચારેય મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને કાર લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક યુવકનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા જીતેન્દ્ર અને અંકુશ દુકાને ચલાવતા હતા. રોહિત ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 યુવાનોના દર્દનાક મોત… પરિવાર રડી રડીને અડધું થઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*