હે ભગવાન..! મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો અને બંને ભાઈઓ મદદ માટે દોડીયા, ઘરે પાછા આવ્યા તો બંને દીકરાઓના મૃતદેહ મળ્યા…ઘટના જાણીને તમે પણ રડી પડશે…

Published on: 6:16 pm, Mon, 7 November 22

મોરબીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડતા સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબકીયા હતા. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ બચાવ્યા હતા અને ઘણા લોકોના આબાદ બચાવ થયા હતા.

મળતી માહિતી અનુસાર 30 ઓક્ટોબરના રોજ જ્યારે પુલ તૂટવાના સમાચાર મળ્યા ત્યારે આખા શહેરની અંદર આ સમાચાર ફેલાઈ ગયા હતા. લોકો અહીં મદદ માટે દોડી આવ્યા હતા. તંત્ર બચાવવાની કામગીરી શરૂ કરે તે પહેલા તો સ્થાનિક લોકોએ બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેમાં મોરબીમાં રહેતા ગણપતભાઈ રાઠોડ અને મનુભાઈ રાઠોડ નામના બે ભાઈઓ એ પણ લોકોની મદદ કરવાની કામગીરી શરૂ કરી હતી.

બંને ભાઈઓ એક પણ વાર વિચાર કર્યા વિના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. બીજા લોકોની મદદ કરવા પહોંચેલા બંને ભાઈઓએ વિચાર્યું ન હતું કે તેમના ઘરે દુઃખનો બહાર તૂટી પડશે. બંને ભાઈઓ પીડિતોને નદીના કિનારે લાવવામાં મદદ કરતા હતા અને અંધારું હોવા છતાં પણ જેટલું શક્ય બને એટલા લોકોને શોધવાનો પ્રયત્ન કરતા હતા.

જ્યારે બંને ભાઈઓ નદીમાંથી મૃતદેહ બહાર કાઢતા હતા. ત્યારે ગણપતભાઈ રાઠોડની એકાએક નજર પડી કે તેમના દીકરા વિજયની બાઇ નજીકમાં જ પાક થયેલી છે. પછી તેમની વિચાર આવ્યો કે તેમના દીકરાની બાઈક અહીં પડી છે તો અહીં પડેલા મૃતદેહોમાં એમના દીકરાનું પણ મૃતદેહ હોઈ શકે છે. આ વિચાર આવતા જ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.

બંને ભાઈઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે બંને ભાઈઓએ મળીને લગભગ બાર જેટલા લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પરિવારના લોકો ઓળખી શકે તે માટે બીજી બાજુ મૃતદેહની લાઇન ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે મારી નજર મારા દીકરાની બાઈક ઉપર પડી હતી. દીકરાની બાઈક સસ્પેનસન બ્રીજના ગેટ પાસે પાર્ક કરવામાં આવી હતી. તે જોઈને હું ખૂબ જ ડરી ગયો અને અચાનક જ બેભાન થઈ ગયો.

આ વાત કરતા કરતા ગણપતભાઈ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. ગણપતભાઈના ભાઈ મનુભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે, વિજયની બાઇક અહીં પડી છે તો એવો સમજી ગયા હતા કે વિજય અહીં એકલો નહીં આવ્યો હોય એની સાથે તેમના પિતરાઈ ભાઈ જગદીશ એટલે કે મનુભાઈ રાઠોડના દીકરાને પણ સાથે લાવ્યો હશે.

સમગ્ર ઘટનાને લઈને ગણપતભાઈએ જણાવ્યું કે બંને ભાઈઓ એક સાથે ભણતા હતા. અને બંને એક સાથે જ બહાર જતા હતા અને રમતા હતા. બંને ભાઈઓ સાથે જીવતા હતા અને સાથે જ દુનિયા છોડી દીધી. મૃત્યુ પામેલા બંને ભાઈઓની ઉંમર 20 વર્ષની હતી. બંને ભાઈઓના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો અને બંને ભાઈઓ મદદ માટે દોડીયા, ઘરે પાછા આવ્યા તો બંને દીકરાઓના મૃતદેહ મળ્યા…ઘટના જાણીને તમે પણ રડી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*