મિત્રો સોનું થયું ભારે સસ્તું, જાણો ગુજરાત માં શું છે સોનાં ચાંદીના ભાવો ?

Published on: 3:56 pm, Thu, 18 March 21

દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ઘટાડો ઓગસ્ટ મહિનાથી થઈ રહ્યો છે પરંતુ બે દિવસથી સોના-ચાંદીના ભાવમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે. માત્ર બે મહિનાના ટૂંકા સમયગાળામાં પ્રતિ 10 ગ્રામ સોનામાં 6220 રૂપિયા નો મોટો ઘટાડો થયો છે.

અને જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52,580 હતા જે આજરોજ 46360 રૂપિયા છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે તે સમયથી ઓછું થયું હતું અને તમામ ધંધા શરૂ થયા હતા.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 67.30 રૂપિયા છે જે 10 ગ્રામ ચાંદીનો ભાવ 673.00 રૂપિયા છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ 6730 રૂપિયા છે જ્યારે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67300 રૂપિયા છે.

મિત્રો કાલની સરખામણીએ આજના ચાંદી ના ભાવ જોવા જઈએ તો રૂપિયા 300 નો વધારો ઝીંકાયો છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4450 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 44500 છે ત્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,45,000 રૂપિયા છે. 22 કેરેટ સોનાના ભાવને કાલની સરખામણીએ જોવામાં આવે તો 100 રૂપિયાનો નાનો ઘટાડો જોવા મળ્યો છે.

મિત્રો 24 કેરેટ સોનાના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 4636 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ ,46360 રૂપિયા છે.

અને સો ગ્રામ સોનાનો ભાવ 4,63,600 રૂપિયા છે. ગઇકાલની સરખામણીએ 24 કેરેટના સોનાનો ભાવ જોવા જઈએ તો 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સોનું થયું ભારે સસ્તું, જાણો ગુજરાત માં શું છે સોનાં ચાંદીના ભાવો ?"

Leave a comment

Your email address will not be published.


*