આજે પણ કપાસનો ભાવ તેજી તરફ, જાણો આજનો સૌથી ઊંચો કપાસનો ભાવ.

113

ગઈકાલે ગુજરાત રાજ્યમાં કપાસની આવક માર્કેટયાર્ડમાં દોઢ લાખ મણ ની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસની આવક જળવાયેલી હતી પણ કપાસ ની કવોલિટી દિવસેને દિવસે બગડી રહી છે.

મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ઊંચા હોવાથી ત્યાંથી પાણી છાંટીને કપાસ લાવે તો જ પોસાય તેમ છે.નાના વેપારીઓ ભરપૂર પાણી છાંટીને કપાસ લાવી રહ્યા છે જેથી કવોલિટી એકદમ બીજા નંબરની છે.

આ વર્ષે કપાસ આવવાની શક્યતા નથી હાલ જે કપાસ આવે છે તેની કવોલિટી સતત નબળી આવી રહી છે.બુધવારે કડીમાં કપાસના ભાવ ટકેલા હતા અને મહારાષ્ટ્રમાં 80 થી 90 ગાડી અને કાઠિયાવાડની 150 ગાડી કપાસની આવક હતી.

મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ₹1150 થી 1280 અને કાઠીયાવાડ ના કપાસના ભાવ 1170 થી 1300 બોલાયા હતા. આજરોજ કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો ઘણી માર્કેટ યાર્ડના કપાસના ભાવ +1320 રહા હતા.

અને સૌથી વધારે ભાવ બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1380 બોલાયો હતો.કપાસમાં ભાવની વાત કરવામાં આવે તો રાજકોટમાં 1160 થી 1335.

અમરેલી માં 800 થી 1356,સાવરકુંડલા માં 1050 થી 1351,જસદણ 1200 થી 1325,જામજોધપુર 1070 થી 1270,ભાવનગર 1150 થી 1351,જામનગર 1050 થી 1333.

બાબરા 1060 થી 1380,જેતપુર 1145 થી 1371,વાંકાનેર 1000 થી 1310,મોરબી 1101 થી 1351,હળવદ 1050 થી 1272 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!