પટેલ પરિવારમાં મિલકત માટે ઘરના જ વ્યક્તિએ બાપ-દીકરાનો જીવ લઈ લીધો…બે વર્ષ પહેલા જે રીતે પિતાને પતાવી દીધા હતા એ જ રીતે દીકરાને પતાવી દીધો… 7 લાખ રૂપિયાની સોપારી આપીને…

Published on: 1:20 pm, Wed, 1 February 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. અમુક વખત આરોપીઓ જીવ લેવા માટે એવો માસ્ટર પ્લાન બનાવતા હોય છે કે ભલભલા લોકો ગોથા ખાય જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના ગુજરાતના કડી તાલુકામાંથી સામે આવી છે. આ ઘટનામાં એક પિતા અને દીકરાનો જીવ લેવા માટે એક આરોપીએ એવો માસ્ટર પ્લાન બનાવ્યો કે પોલીસને આ સમગ્ર જીવ લેવાની ઘટના અકસ્માતની ઘટના લાગી. આરોપી પણ એવો વ્યક્તિ નીકળ્યો કે સાંભળીને બધા લોકો હચમચી ગયા હતા.

સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના કલ્યાણપુર ગામના વતની અને હાલ કરી ભગવતી સોસાયટીમાં રહેતા વિજયભાઈ જેવો સંતરામ શોપિંગ સેન્ટર ની અંદર ગિફ્ટ આર્ટીકલનો વ્યવસાય કરતા હતા. 24 જાન્યુઆરીના રોજ દુકાનનું કામ પતાવીને દુકાન બંધ કરીને તેઓ પોતાના ઘર તરફ બુલેટ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન નાની કડી રોડ ઉપર આવેલા મેઘાના છાત્રાલય પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલા પીકઅપે તેમના બુલેટને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં વિજયભાઈ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. પછી સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારના સભ્યોને આ અકસ્માત નહોતો લાગતો પરંતુ જીવ લેવાની ઘટના હોય તેવું લાગતું હતું. ત્યારબાદ પરિવારના લોકોને શંકા ના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પછી પોલીસે વિવિધ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ ઘટના તો જીવ લેવાની છે. 25 જાન્યુઆરીના દિવસે પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. બુલેટને ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ફરાર થનાર પીકઅપ ચાલક જકાતનાકા પાસેથી ઝડપાઈ ગયો હતો. જ્યાં પીકઅપ ચાલકની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પછી તેને કડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસને કીધી હતી.

પીકઅપના માલિકે જણાવ્યું કે, આજથી થોડા દિવસો પહેલા વિજય પટેલ ના કાકા ના દીકરા યોગેશ પટેલને તેમને પોતાનું પીકઅપ વાપરવા આપ્યો હતો. ત્યારબાદ કડી પોલીસે તાત્કાલિક યોગેશ પટેલનું પૂછપરછ કરી હતી. પછી જાણવા મળ્યું કે આ કોઈ અકસ્માતની ઘટના નહીં પરંતુ યોગેશ પટેલે જયેશ પટેલનો જીવ લીધો હતો. જાણવા મળ્યું કે યોગેશ પટેલને ધંધામાં ભાગીદારી ન મળતા તેને જયેશ પટેલનું જીવ લેવાનું ષડયંત્ર રચ્યું હતું.

વિજય પટેલના પિતા સાથે યોગેશ પટેલનો ભાગીદારીમાં ધંધો ચાલતો હતો. એક બે વાર યોગેશ પટેલ ધંધામાં ચોરી કરતા પકડાયો હતો. જેથી યોગેશ પટેલને ધંધામાંથી અલગ કરી કરી નાખવામાં આવ્યો હતો. આ વાતનું તેને ખૂબ જ મન દુઃખ લાગી ગયું હતું અને તેને ત્રણ આરોપીઓને સાત લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્યારબાદ યોગેશ પટેલે કાકાના દીકરા વિજય પટેલનો અકસ્માત કરાવીને તેમનો જીવ લેવડાવ્યો હતો. પોલીસે હાલમાં ત્રણ આરોપીઓ અને યોગેશ પટેલની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર 2020માં યોગેશ પટેલના કાકા પોતાના રોજિંદા કાર્યક્રમ પ્રમાણે ચાલવા માટે ગયા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આ કોઈ અકસ્માત નહીં પરંતુ આ પણ જીવ લેવાની જ ઘટના હતી. યોગેશ પટેલ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. 2020માં યોગેશ પટેલે પોતાના કાકાનો અકસ્માત કરાવીને તેનો જીવ લઈ લીધો. જ્યારે 24 જાન્યુઆરી 2023ના રોજ યોગેશ પટેલે પોતાના કાકાના દીકરા વિજય પટેલનો અકસ્માત કરાવીને તેનો જીવ લઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પટેલ પરિવારમાં મિલકત માટે ઘરના જ વ્યક્તિએ બાપ-દીકરાનો જીવ લઈ લીધો…બે વર્ષ પહેલા જે રીતે પિતાને પતાવી દીધા હતા એ જ રીતે દીકરાને પતાવી દીધો… 7 લાખ રૂપિયાની સોપારી આપીને…"

Leave a comment

Your email address will not be published.


*