ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નો જન્મદિવસ ઉજવાયો કઈક અલગ…

Published on: 4:18 pm, Wed, 21 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. રાજ્યમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે અને કોંગ્રેસ તથા ભાજપથી કંટાળેલા લોકો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.

ઉપરાંત જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

દિવસેને દિવસે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે આમ આદમી પાર્ટીનો પક્ષ મજબૂત બની રહ્યો છે અને આમ આદમી પાર્ટીને લોકપ્રિયતા પણ વધી રહી છે.

આ ઉપરાંત આજે આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ના જન્મદિવસ નિમિતે સુરત પાંજળા પોળ માં ગૌ માતાઓ ને ઘાસચારો ખવડાવી ને જન્મદિવસ ની આમ આદમી પાર્ટી સુરત દ્વારા ઉજવણી કરી ને સમાજ માં સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો.

આ ઉજવણી માં સુરતના વોર્ડ નંબર 16 ના પુણાગામના કોર્પોરેટર પાયલ સાકરીયા અને વોર્ડ નંબર 4 નગરસેવક ધર્મેન્દ્ર વાવલીયા શહીદ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મોટા ખોટા ખર્ચ કરીને ઉજવણી કરવા કરતાં મૂંગા જીવો ને ખવડાવી ને ઉજવણી કરીને આમ આદમી પાર્ટી ખુશી ની લાગણી અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નો જન્મદિવસ ઉજવાયો કઈક અલગ…"

Leave a comment

Your email address will not be published.


*