મુંબઈમાં મેઘ તાંડવ, મુંબઈમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની ચેતવણી…

Published on: 4:46 pm, Wed, 21 July 21

દેશમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેઓ મુંબઈમાં તો મેઘરાજાએ તાંડવ કર્યો છે. મુંબઈમાં ગુરુવારે રાત્રે શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ લેતો નથી. શહેરમાં ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં સડક પર પાણી ભરાઈ ગયા છે.

તેવામાં મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ કલાકમાં મુંબઈ, નવી મુંબઈ, પાલઘર, થાણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

આ તમામ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને અમુક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત અમુક વિસ્તારમાં બસના રૂટ પણ બદલવાની જરૂર પડી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી સમયમાં મુંબઈમાં જબરદસ્ત વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત અગાઉ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરીને હવે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મંગળવારે મુંબઈમાં થોડા થોડા સમયે ભારે વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત મુંબઈમાં છેલ્લા અઠવાડિયામાં 302 મિમી જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જે સામાન્યથી 77% જેટલો વધારો છે. મુંબઈ બંદર વિસ્તારોમાં 141 મીમી વરસાદ ખાબક્યો છે. મીરા રોડ વિસ્તારમાં 73 મિમી વરસાદ ખાબક્યો છે. દહીસર માં 76.5 મિમી વરસાદ ખાબકી ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "મુંબઈમાં મેઘ તાંડવ, મુંબઈમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની ચેતવણી…"

Leave a comment

Your email address will not be published.


*