કિકાણી પરિવારે માનવતા મહેકાવી..! સુરતના 28 વર્ષીય બ્રેઈનડેડ પીનલબેન ના અંગદાનથી પાંચ લોકોને મળશે નવું જીવન…

Published on: 5:09 pm, Fri, 29 March 24

અંગદાન વિશે દિવસે દિવસેને દિવસે જાગૃતતા વધતી ગઈ છે અને આજે ફરી એકવાર સુરત શહેરમાં અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પીનલબેન કિકાણી 24 માર્ચના રોજ બેભાન થઈ ગયા હતા.

જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો અને ત્યારે આ કિકાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી કિડની લીવર ચક્ષુઓના અંગો નો દાન દ્વારા અન્ય પાંચ લોકોને

નવું જીવન મળ્યું છે.24 માર્ચ અને સવારના 10:00 વાગ્યે પીનલબેન ની તબિયત સારી ન હતી અને તેઓ પોતાની રૂમમાં સૂતા હતા ત્યારબાદ તેમના સાસુએ દરવાજો ખખડાવતા તેઓએ ના ખોલ્યો પરંતુ દરવાજા અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા અને અજુગતું લાગતા તાત્કાલિક દરવાજો તોડ્યો હતો

અને બેડરૂમની અંદર પ્રવેશતા તેઓએ જોયું કે તેઓ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી અને સુરતની પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે તેઓને લઈ જવામાં આવ્યા અને ત્યાં તેઓની આઇસિયુ માં દાખલ કરી સારવાર ચાલુ હતી.

આ તમામ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા સુરત થી અમદાવાદ સુધીનો 269 કિલોમીટરનો ગ્રીન કોરિડન નો વિશેષ બંદોબસ્ત કરી ભારે જેમાં ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કિકાણી પરિવારે માનવતા મહેકાવી..! સુરતના 28 વર્ષીય બ્રેઈનડેડ પીનલબેન ના અંગદાનથી પાંચ લોકોને મળશે નવું જીવન…"

Leave a comment

Your email address will not be published.


*