લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ..! નવા નવા લગ્ન કરનાર કપલની ગાડી ટ્રક પાછળ ઘૂસી જતા એક સાથે પરિવારના પાંચ સભ્યોનું મૃત્યુ, ઓમ શાંતિ….

Published on: 4:08 pm, Thu, 7 March 24

મિત્રો આંધ્રપ્રદેશ થી એક સમાચાર આવી રહ્યા છે જ્યારે માર્ગ અકસ્માત થયો છે જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અલ્લાગડ્ડા મંડલના નલ્લાગતલામાં બની હતી. તમામ મૃતકોની ઓળખ પશ્ચિમ વેંકટ પુરમના રહેવાસીઓએ કરી છે.

તિરુમાલા મંદિરના દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો હતો અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ ત્યાં તપાસ માટે પહોંચી હતી.આ દુર્ઘટનામાં નવ વિવાહિત કપલ સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે અને આપને જણાવી દઈએ કે

આ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો અને પોલીસે જણાવ્યું કે આ અકસ્માત લગભગ સવારે લગભગ 5:15 મિનિટે થયો હતો. વાસ્તવમાં કાર ચલાવી રહેલા વ્યક્તિએ રસ્તા ના કિનારે ઉભી રાખેલી ટ્રક પર ધ્યાન ન આપ્યું અને અકસ્માત થયો હતો.

આ માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને આપને જણાવી દઈએ કે હૈદરાબાદનો રહેવાસી પરિવાર તિરુમાલા મંદિરના દર્શન કરીને તિરૂપતિથી ઘરે પરત ફરી રહ્યા હતા

અને તે જ સમય નવ વિવાહિત યુગલ બાલ કિરણ અને કાવ્યા જેમને અઠવાડિયા પહેલા જ લગ્ન કર્યા હતા તેમનું પણ મૃત્યુ થયું છે અને બાલ કિરણની માતા મંથરી લક્ષ્મી , પિતા મંથરી રવિન્દર અને નાનુભાઈ ઉદયનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ..! નવા નવા લગ્ન કરનાર કપલની ગાડી ટ્રક પાછળ ઘૂસી જતા એક સાથે પરિવારના પાંચ સભ્યોનું મૃત્યુ, ઓમ શાંતિ…."

Leave a comment

Your email address will not be published.


*