કોરોના ને લઈને ગુજરાત રાજ્ય માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો

Published on: 10:08 pm, Thu, 22 October 20

ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર હાલ પણ યથાવત છે. રાજ્યમાં દિવસે દિવસે જીવલેણ મહામારીનો સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહત્વની અને રાહતની વાત એ છે કે રાજ્યમાં સાજા થનારા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે તેથી રિકવરી રેટ માં સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકની રાજ્યની વાત કરીએ તો 1136 કોરોના કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાત દર્દીઓના મોત થયા છે ત્યારે ગુજરાત રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે સાદા થનાર દર્દીઓની વાત કરીએ તો 1201 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના ના ફૂલ 1,64,121 કેસ નોંધાયા છે જ્યારે 3670 દર્દીઓના મોત થયા છે.

સાજા થયેલા દર્દીઓનો આંકડો જોઈએ તો 1,46,308 પર પહોંચ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મૃત્યુનું પ્રમાણ વધ્યું.

તેના કારણે દેશમાં અમુક રાજ્યોમાં lockdown ની પરિસ્થિતિ કરવી પડી. આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!