પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન હાર્દિક પટેલે સી.આર.પાટીલ પર રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે…

Published on: 9:45 am, Fri, 23 October 20

 પેટા ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર નેતૃત્વ ને લઈને આક્ષેપ કરી રહ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત ભાજપના નેતૃત્વ સામે સવાલ કરી એવો રાજકીય કટાક્ષ કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપને પ્રદેશ પ્રમુખ લાયક નેતા મળ્યા જ નથી. ગુજરાત ભાજપના નેતૃત્વવિહીન છે.ગુજરાતમાં પેટાચૂંટણીના પ્રચારને વેગવાન બનાવવા ભાજપ કોંગ્રેસ મથામણ કરી રહ્યું છે.કચ્છમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રચારના મંડાણ શરૂ કર્યા છે.આવતીકાલથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પ્રચારમાં જોડાઈ રહ્યા છે.

ત્યારે પ્રચારમાં સામે સામે આક્ષેપબાજી નો દોર જામ્યો છે. ભાજપે કોંગ્રેસના નેતૃત્વને લઇને ટીકાઓ વરસાવી છે ત્યારે કચ્છના નખત્રાણામાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપની નેતાગીરી ને લઈને નિશાન સાધી એવા પ્રહાર કર્યા કે,ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતૃત્વને લઇને ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે.

પણ ભાજપ હાઈકમાન્ડને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બની શકે તેવો એક નેતા મળ્યો જ નહીં જેના કારણે અન્ય રાજ્યના નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવી પડે છે.

આ પરથી સાબિત થાય છે કે ગુજરાત ભાજપમાં નેતૃત્વ કરી શકે તેવો કોઈ નેતા જ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!