પરિવારના ત્રાસથી કંટાળીને દીકરા એક ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, આ પગલું ભરતા પહેલા કંઈક એવું કર્યું કે… જુઓ સુસાઇડનો લાઇવ વિડિયો…

Published on: 3:49 pm, Wed, 17 May 23

Watch the live video of the suicid: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મંગળવારના રોજ મોડી રાત્રે એક યુવકે facebook લાઈવ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તે કયા કારણોસર આ પગલું ભરી રહ્યો છે તે કારણ પણ જણાવ્યું હતું.

આ ઘટના વારાણસી માંથી સામે આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવકે બીજી જ્ઞાતિની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા લગ્ન થઈ ગયા બાદ પરિવારના લોકો યુવકને ખૂબ જ ટોણા મારતા હતા, આ બધાથી કંટાળીને યુવકે સુસાઇડ કરી લીધું છે.

વિગતવાર વાત કરીએ તો કણદ રઘુવંશી નામના 35 વર્ષના યુવકે 10 સપ્ટેમ્બર 2021 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. તેના પ્રેમ લગ્નથી તેના પરિવારના સભ્યો ખૂબ જ નાખુશ હતા. જેના કારણે કણદ સુસાઇડ કરી લીધું છે. તેને facebook લાઈવ ઉપર કહ્યું હતું તે બેરોજગાર હતો અને લગ્ન માટે પરિવારના લોકો ટોણા મારતા હતા.

પિતા અને ભાઈઓએ તેને ઘરમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી અને તેની પત્ની પણ તેણે ત્રાસ આપતી હતી. આ બધાના ત્રાસથી કંટાળીને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા યુવકે facebook લાઇવ પર આવીને કહ્યું હતું કે, હું મારા ઘરથી હારી ગયો, ભાઈઓ થી હારી ગયો અને જે લોગ મને પોતાના માનતા હતા તેનાથી પણ હારી ગયો.

હું મારી પત્નીની માફી માંગીશ. હું મારા પરિવારને પિતાની માફી માંગીશ. પિતાજી હું તમારી લાયક ક્યારેય બની શક્યો નહીં. જે તમે ઈચ્છતા હતા તેમાંથી હું એક પણ રૂપિયો કમાઈ શક્યો નહીં. આ ઉપરાંત તેને ઘણું બધું કહ્યું હતું અને અંતમાં તેને પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો