એ ગયો આ તો..! રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા કપલ સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 4:46 pm, Wed, 17 May 23

Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં હૃદયના ધબકારા વધારી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતા કપલ સાથે કંઈક એવું બન્યું કે તે લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તેમની સાથે બનેલી સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે એક કપલ રસ્તા પર શાંતિથી ચાલીને જતા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન પાછળથી એક ઝડપી ટાયર આવીને પુરુષના માથા ઉપર અથડાય છે. જેના કારણે તે ત્યાં જ જમીન પર ઢળી પડે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને કપલ આરામથી રસ્તા ઉપર ચાલતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન રસ્તાની બીજી લેન માંથી ગાડીનું એક ટાયર ખૂબ જ ઝડપમાં પુરુષ તરફ આવતું નજરે પડી રહ્યું છે.

તે વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો ટાયર સીધું તેના મોઢા ઉપર અથડાય છે. જેના કારણે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર પછી તે ઉભો થઈ શકતો નથી. તેની સાથે રહેલી મહિલા તેને ઉઠાવવાના ઘણા પ્રયાસો કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ જાય છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર CCTV IDIOTS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ ગયો આ તો..! રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા કપલ સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*