સુરતમાં બે બાળકોના પિતાએ પોતાના મિત્રના ઘરે જઈને સુસાઈડ કરી લીધું… બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 5:12 pm, Sat, 28 October 23

સુરતના વરાછા વિસ્તારમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના મિત્રના ઘરે જઈને ગળાફાંસો ખાઈ લીધો છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સમાજમાં બદનામીના ડરના કારણે યુવકે આ પગલું ભર્યું છે.

યુવક પોતાના મિત્રના ઘરે ગયો હતો અહીં પછી તેને સુસાઇડ કરતો હોવાનો વિડિયો પોતાના પરિવારજનોને મોકલ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની સામે ભાવનગરમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેનાથી સમાજમાં બદનામી થશે તેઓ ડર યુવકની લાગતો હતો.

જેના કારણે યુવકે આ પગલું ભર્યું છે. હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. સુસાઈડ કરનાર યુવકનું નામ પ્રફુલભાઈ છગનભાઈ કોલડીયા હતું અને તેમની ઉંમર 41 વર્ષની હતી. ગુરૂવારના રોજ પ્રફુલભાઈએ પોતાના મિત્રના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર પ્રફુલભાઈ અને ભાવનગરમાં રહેતી એક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ મહિલાએ પ્રફુલભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પ્રફુલભાઈને બદનામી થવાનો ડર ખૂબ જ લાગતો હતો અને જેના કારણે તે સતત માનસિક તણાવમાં રહેતા હતા.

જાણવા મળી રહ્યું છે કે 15 વર્ષ પહેલા પ્રફુલભાઈના છૂટાછેડા થયા હતા. ત્યારથી તેઓ પોતાના બે દીકરા અને માતા સાથે રહેતા હતા. પ્રફુલભાઈ ગાડી લે વેચનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રફુલભાઈ વિરુદ્ધ કેસ હોવાના કારણે ભાવનગરની મહુવા પોલીસ સુરત આવીને પ્રફુલભાઈના ઘરના ગેટની બહાર એક નોટિસ ચીકાડી ગઈ હતી.

પછી સતત પ્રફુલભાઈ માનસિક તણાવ માં રહેતા હતા. ત્યારે ગત ગુરૂવારના રોજ તેઓ વરાછાની ભગીરથ સોસાયટીમાં રહેતા પોતાના મિત્રના ઘરે ગયા હતા. પછી અહીં તેમણે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બે બાળકોના પિતાએ પોતાના મિત્રના ઘરે જઈને સુસાઈડ કરી લીધું… બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*