7 માસુમ બાળકોના પિતાનું અચાનક જ ફટાકડા ફોડતી વખતે થયું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 12:43 pm, Sat, 8 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મૂર્તિ વિસર્જન દરમિયાન ફટાકડા ફોડતી વખતે એક યુવકનું કરુણ મૃત્યુ છે. આ યુવકના લાઈવ મૃત્યુનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ફટાકડા ફોડતો યુવક અચાનક જ રોડ પર ગુલાટી ખાઈને ઢળી પડે છે.

આ ઘટના બનતા જ આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મેરવાના રામપુર મોટા ગામની છે. મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 30 વર્ષની હતી.

આ ઘટના શુક્રવારના રોજ મોડી સાંજે બની હતી. મૂર્તિ વિસર્જન દરમિયાન યુવક ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે ઢળીને જમીન પર પડ્યો હતો. ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટના એક વ્યક્તિના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ ફટાકડા ફોડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેઓ અચાનક જ ગુલાટી લગાવીને જમીન પર ઢળી પડે છે. આ દરમિયાન આ વ્યક્તિના હાથમાં રહેલો ફટાકડો પણ તેના હાથમાં જ ફૂટી જાય છે.

ત્યારબાદ લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે ત્યાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

યુવકના મૃત્યુના કારણે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલા યુવકને ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ હતા. મળતી માહિતી અનુસાર મૂર્તિ વિસર્જન દરમિયાન મૃત્યુ પામેલા યુવકને ફટાકડા ફોડવા માટે બોલાવ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "7 માસુમ બાળકોના પિતાનું અચાનક જ ફટાકડા ફોડતી વખતે થયું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*