ધોરણ 11માં ભણતી 16 વર્ષની દીકરીનું મૃતદેહ સ્કૂલ ડ્રેસમાં લટકતી હાલતમાં મળી આવી, દીકરીનું મૃતદેહ જોઈને પિતા…

Published on: 12:16 pm, Sat, 8 October 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની અને જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીનું મૃતદેહ સ્કૂલ ડ્રેસમાં ઘરેથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના સંબંધીઓએ પડોશમાં રહેતી બે મહિલા ઉપર તેમની દીકરીના જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો. સંબંધીઓનું કહેવું છે કે મહિલાઓએ ભેગા મળીને દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેને લટકાવી દીધી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના પાલીમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે, 6 ઓક્ટોબરના રોજ સાંજે 11:00 વાગ્યાની આસપાસ ધોરણ 11 માં ભણતી 16 વર્ષની દીપિકાના નામની દીકરીનું મૃતદેહ તેના ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. દીકરીને લટકતી હાલતમાં જોઈને પરિવારના લોકો હચમચી ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ પડોશમાં રહેતી એક મહિલા અને તેની દીકરી ઉપર દીપિકાનું જીવ લેવાનું આરોપ લગાવ્યો હતો.

દીપિકાના પિતાએ જણાવ્યું કે, થોડાક મહિના પહેલા પડોશીઓ સાથે તેમનો ઝઘડો થયો હતો. આ ઘટનામાં પડોશીની પત્ની સામે કેસ કરવામાં આવ્યો હતો. જેને લઈને તેની પત્નીને જેલમાં પણ જવું પડ્યું હતું. થોડા દિવસો પહેલા પડોશમાં રહેતા વ્યક્તિની પત્ની મારી દીકરી અને મારી પત્નીનું જીવ લેવાની ધમકી આપી હતી.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. દીકરીએ જાતે જ પોતાનો જીવ ટૂકાવ્યો છે કે તેનો જીવ લેવામાં આવ્યો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એવી પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે, શાળામાં દીકરી સાથે છેડતી જેવી ઘટના બની હશે અને જેના કારણે દુઃખી થયેલી દીકરીએ આ પગલું ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરણ 11માં ભણતી 16 વર્ષની દીકરીનું મૃતદેહ સ્કૂલ ડ્રેસમાં લટકતી હાલતમાં મળી આવી, દીકરીનું મૃતદેહ જોઈને પિતા…"

Leave a comment

Your email address will not be published.


*