બાપ બન્યો રાક્ષસ..! પોતાના બે બાળકો અને પત્નીને જીવતા સળગાવી દીધા, ત્યારબાદ બન્યું કંઈક એવું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 11:56 am, Sat, 19 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકો સાથે કંઈક એવું કર્યું કે આખું ગામ દોડતો થઈ ગયું હતું. હાલમાં આ ઘટના ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ સીતામઢીમાં બની હતી. અહીં એક વ્યક્તિએ સૌપ્રથમ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની અને બાળકો ઉપર પ્રહાર કર્યા.

આરોપીથી બચવા માટે માં પોતાના બંને બાળકોને લઈને સૂકા ઘાસના ઢગલામાં સંતાઈ ગઈ હતી. ત્યારે આરોપી પતિ સૂકા ઘાસનો ઢગલો સળગાવી દે છે. આ ઘટનામાં ઢગલાની અંદર છુપાયેલીમાં અને તેના બંને દીકરાઓ જીવતા સળગી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બંને દીકરાઓનું મોત થયું હતું.

જ્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલા દીકરાઓની માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની હાલત ખૂબ જ નાજુક છે. આરોપી પતિએ શા માટે આવું કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આરોપી કયા કારણસર પોતાની પત્નીનો જીવ લેવા માગતો હતો તેનું પણ કારણ સામે આવ્યું નથી.

હાલમાં તો ઇજાગ્રસ્ત થયેલી પત્ની બેભાન છે. તે ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર માહિતી મળશે.  આ ઘટનામાં 6 વર્ષના અને 4 વર્ષના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ હાલમાં ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાપ બન્યો રાક્ષસ..! પોતાના બે બાળકો અને પત્નીને જીવતા સળગાવી દીધા, ત્યારબાદ બન્યું કંઈક એવું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*