ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહેલા યુવકનો ધોળા દિવસે જીવ લઈ લેવામાં આવ્યો, 5 લોકો યુવક ઉપર તૂટી પડ્યા… યુવકના શરીર ઉપર 14 વખત…

Published on: 1:04 pm, Sat, 19 November 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાટણમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોળા દિવસે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના કારણે ચારે બાજુ ડરનો મહોલ જોવા મળ્યો હતો. પાટણમાં થોડાક દિવસો પહેલા હાઇવે વિસ્તારમાં આવેલા શબરી કોમ્પલેક્ષમાં ચા પીવા બેઠેલા એક યુવાનનો કેટલાક લોકોએ જીવ લઈ લીધો હતો.

હજુ તો આ ઘટનાના થોડાક દિવસો જ થયા છે ત્યાં શુક્રવારના રોજ પાટણ જિલ્લાના સુલતાનપુરાના ડાભી ઉનરોડ ગામે પાંચ યુવકોએ મળીને એક યુવકનો જીવ લઈ લીધો હતો. પાંચ યુવકે મળીને એક યુવકના શરીર ઉપર 14 વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુલતાનપુરના ડાભી ઉનરોડમાં જૂની અદાવત રાખીને કેટલાક આરોપીઓએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને એક યુવકનો જીવ લઈ લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 2018માં કેટલાક શત્સોએ મૃત્યુ પામેલા યુવકના પરિવારના બે સભ્યો પર પ્રહાર કર્યા હતા.

ત્યારે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસ બાબતનું સમાધાન કરવા આરોપીઓ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને દબાણ કરતા હતા. પરિવારના લોકોએ સમાધાન કરવાની ના પાડતા હતા. શુક્રવારના રોજ બપોરે 11 વાગ્યાની આસપાસ વાઘેલા કિશનભાઇ પોતાનું ટ્રેક્ટર લઈને ઘરેથી ખેતર તરફ જાઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં પાંચ જેટલા શખ્સોએ તેનું ટ્રેક્ટર રોક્યું હતું અને તેને કહેવા લાગ્યા હતા કે સમાધાન કરવાની કેમ ના પાડે છો. ત્યારબાદ આ તમામ યુવકોએ મળીને કિશનનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર કિશનના શરીર ઉપર 14 વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના બની આબાદ કિશનને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કિશનના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાના તમામ આરોપીઓ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહેલા યુવકનો ધોળા દિવસે જીવ લઈ લેવામાં આવ્યો, 5 લોકો યુવક ઉપર તૂટી પડ્યા… યુવકના શરીર ઉપર 14 વખત…"

Leave a comment

Your email address will not be published.


*