ઝડપી બોલેરો કાર ચાલકે રસ્તા પર જતા 3 લોકોને હવામાં ઉડાડીયા, પતિ-પત્નીનું એક સાથે દર્દનાક મોત… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 1:22 pm, Thu, 2 March 23

દેશભરમાં દિવસેને દિવસે ભયંકર અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જ્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતા ત્રણ લોકોને એક બોલેરો કાર ચાલકે કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય 25 ફૂટ દૂર જઈને પડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું મોત થયું હતું.

જ્યારે અન્ય મહિલાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ગંભીર અકસ્માતની ઘટના બુધવારના રોજ અલવરના NEB પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 200 ફૂટ રોડ સ્થિત હનુમાન સર્કલ પાસે બની હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે બોલેરો નિવૃત એએસઆઈ ચલાવી રહ્યો હતો. અકસ્માતની ઘટના બુધવારના રોજ સવારે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. 70 વર્ષના મોહનલાલ નામના વ્યક્તિ પોતાની ધર્મપત્ની ધર્મવતી સાથે રસ્તા ઉપર ચાલીને જતા હતા. બંને પતિ પત્ની રસ્તા ના કિનારે ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા સફાઈ કર્મચારી પણ તેમની સાથે ચાલી રહી હતી.

આ દરમિયાન પાછળથી આવતી ઝડપી બોલેરો કારે ત્રણેયને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વૃદ્ધ પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.અકસ્માતની ઘટના બન્યા બાદ bolero કાર બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બોલેરો કાર ચાલક નિવૃત્ત એએસઆઈ ઓફિસર છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે નિવૃત્ત પોલીસ કર્મચારીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નિવૃત્ત પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી બોલેરો કાર ચાલકે રસ્તા પર જતા 3 લોકોને હવામાં ઉડાડીયા, પતિ-પત્નીનું એક સાથે દર્દનાક મોત… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*