લવ મેરેજ કર્યાના 2 મહિના બાદ માત્ર 19 વર્ષની યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઈડનું કારણ જાણીને આંચકો લાગશે…

Published on: 3:13 pm, Thu, 2 March 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 19 વર્ષની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીએ બે મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. તેને પોતાના પિતાના ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટના ઉપલેટના ખાખીજાળીયામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ હીના વિક્રમભાઈ ગોયલ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. હિનાએ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મયુર આહીર નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હિનાએ લવ મેરેજ કર્યા તે તેના પરિવારજનોને ખબર ન હતી.

લવ મેરેજ કર્યા બાદ હીના સાસરે ન ગઈ હતી અને પોતાના પિતાના ઘરે જ રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે તે હીનાને છૂટાછેડા જોતા હતા અને તેનો પતિ છૂટાછેડા આપતો ન હતો તેથી તેને આ પગલું ભર્યું છે. વિગતવાર વાત કરીએ તો હીનાના કાકાના જણાવ્યા અનુસાર, હિના સાત ધોરણ સુધી ભણેલી છે.

ભાણવડ નજીક આવેલા કલ્યાણપુરના મયુર નામના યુવકની સાથે હીનાની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ બંને બે મહિના પહેલા કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. કોટે આ મેરેજ અંગે હીનાના પરિવારજનોને જાણ કરી ન હતી, આ ઉપરાંત મેરેજ થઈ ગયા બાદ હીના સાસરે પણ ગઈ ન હતી. પરંતુ તે પોતાના પિતાના ઘરે જ રહેતી હતી.

મળતી માહિતી અનુસાર લગ્નના થોડા દિવસો બાદ પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી. પછી હીના કોઈ કારણોસર આ લગ્ન રાખવા માગતી ન હતી અને છૂટાછેડા માટે સામેવાળા યુવકને વાત પણ કરી હતી. પરંતુ સામેનો પક્ષ હીનાને છૂટાછેડા આપવા માંગતો ન હતો. જેના કારણે ગઈકાલે હિનાએ 7:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી.

ત્યારબાદ હીનાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ હીનાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લવ મેરેજ કર્યાના 2 મહિના બાદ માત્ર 19 વર્ષની યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઈડનું કારણ જાણીને આંચકો લાગશે…"

Leave a comment

Your email address will not be published.


*