સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડ કપાસનો ભાવ વધારે મળતા ખેડૂતો જોવા મળ્યા ખુશમ-ખુશ, જાણો શું છે કપાસનો ભાવ

બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કપાસ ઉપરાંત અનેક ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રની માર્કેટયાર્ડમાં આજરોજ કપાસનો ભાવ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ વીણી નો કપાસ આજરોજ માર્કેટ યાર્ડમાં ખેડૂતો વેચવા માટે દોડ મૂકી હતી. ભારે વરસાદના કારણે કેટલાક ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ, મગફળી, ઘઉં બાજરી, જુવાર ઉપરાંત અનેક પાકની આવક જોવા મળી હતી.

બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 5775 મળતા ખેડૂતો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી.બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ આજ રોજ ₹3400 થી 5775 રહ્યા હતા. મગફળી નો ભાવ આજ રોજ બોટાદ માર્કેટયાર્ડમાં ₹4400 થી 5430 રહ્યા હતા. ચોખાના ભાવ આજ રોજ બોટાદ માર્કેટ યાર્ડ માં ₹1325 થી 1550 રહા હતા.

ઘઉં ના ભાવ આજરોજ બોટાદ માર્કેટ યાર્ડ માં ₹1700 થી 1900 રહા હતા. બાજરીનો આજરોજ બોટાદ માર્કેટ યાર્ડ નાં ભાવ 1550 થી 1910 રહા હતા.

અને જુવારનો આજરોજ બોટાદ માર્કેટ યાર્ડ માં ₹2500 થી 3000 ભાવ રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*