પેટા ચૂંટણી નજીક આવતા ગુજરાતના આ જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં પડ્યું મોટું ગાબડું, આટલા કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં

215

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ છે.પેટા ચૂંટણી પહેલા ડાંગ બેઠક પર કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો છે.ડાંગમાં કેટલાક કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે જેના કારણે ચૂંટણીપૂર્વે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલી સભામાં 153 થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

વઘાઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ,નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા અને ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણી ના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ મનાતા કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ની સભામાં કોંગ્રેસના પાયાના કાર્યકરો સહિત નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી હતી .

શુક્રવારના રોજ ડાંગના કોંગ્રેસી ગઢ ગણાતા કાલીબેલ વિસ્તારોમાં યોજાયેલી સભામાં 153 થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વિસ્તારના પોલીસ પટેલ,કારભારી ઓ સાથે વધારે તાલુકા પંચાયતમાં.

સામાજિકન્યાય સમિતિના અધ્યક્ષ સનતભાઇ ચૌધરી સહિત નિવૃત શિક્ષકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!