કોંગ્રેસની જીતને લઈને આ વ્યક્તિએ આપ્યું મહત્વનું નિવેદન,કહ્યું કે કોંગ્રેસ…

Published on: 5:00 pm, Fri, 9 October 20

વલસાડ જિલ્લાની કપરાડા પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઇ દેસાઇનું એક નિવેદન સામે આવ્યું હતું કે, કોંગ્રેસના ગઢ ને જીતુભાઈ ખાલી કરી નાખ્યું છે. આ વખતે ભાજપને જીત નિશ્ચિત છે અને તેની સામે કોંગ્રેસ કપરાડા પ્રભારી માજી મંત્રી તુષારભાઈ કટાક્ષ કરતા જવાબ આપ્યો કે ભાજપ માત્ર હવામાં જ વાત કરે છે.

તુષારભાઈ એ વધારે બોલતા કહ્યું કે,કોંગ્રેસ અહીં પ્રચાર નહીં કરે તો પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે એટલો આક્રોશ કપરાડામાં જનતાને ભાજપના જીતુભાઈ સામે છે.આદિવાસી પ્રજાની સાથે વિશ્વાસઘાત સહન નહીં કરી શકે એટલે ભાજપની થઈ શકે છે હાર.

કોંગ્રેસની સાથે અને આદિવાસી સાથે જીતુભાઈ વિશ્વાસઘાત કર્યો છે એટલે વગર પ્રચારે અમે જીતશું.

આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે દેખાય છે તેવું કહ્યું કોંગ્રેસના નેતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!