માર્કેટયાર્ડમાં મગફળીનો આ ભાવ મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લાગણીઓ,જાણો શું છે આજરોજ નો ભાવ

Published on: 4:15 pm, Sun, 25 October 20

મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે આ વર્ષે દિવાળી સુધરી ગઇ હોય તેવું જોવા મળી રહું છે. ટેકાના ભાવ કરતા હતા મગફળીના 100 રૂપિયા વધારે મળ્યા છે ત્યારે યાર્ડ માં હરાજીમાં મગફળીના 1000 થી લઈને 1150 મળતા ખેડૂતો ને રાહતની સાથે ખુશીની લાગણી જોવા મળી હતી. હાલમાં તમામ જથ્થો વેચાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડયો હતો અને પાછળથી પડેલ વરસાદના કારણે ખેડુતોની આશા ઉપર પાણી ફેરવાઈ ગયું છે. મગફળી અને કંકાસ પાણીમાં ગરકાવ થતા સમગ્ર ભાગ ફેલ થઈ ગયો હતો.

માર્કેટમાં માલની અછત સર્જાતા હાલ મગફળીના ભાવમાં પણ વધારો થયો છે.યાર્ડના કમિશન એજન્ટ જણાવ્યું કે માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ ની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક મગફળીમાં ₹ 100 થી વધારે ભાવ જોવા મળી રહ્યો છે. આ સમાચાર ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર છે.

ચીની ખરીદી વધતા ભાવ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં મગફળીમાં તમામ જથ્થો વેચાઈ ગયો છે.

અને આવતીકાલથી ફરી બપોરે પાંચ વાગ્યા બાદ મગફળીની આવક શરૂ કરાશે તેમજ જૂની મગફળીના ₹900 થી 1010 મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!