રૂપાલની પલ્લી ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન,જાણો

206

ગાંધીનગરમાં રૂપાલ ગામે યોજાતી માં વરદાયિની પલ્લી આ વખતે કોરોના મહામારી ના કારણે બંધ રાખવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી નીતિન પટેલ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.રૂપાલની પલ્લી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમણે જણાવ્યું કે, રૂપાલના લોકો એ નક્કી કર્યું છે કે આ વખતે પલ્લી નહીં નીકળે.કોઈપણ નવરાત્રી રદ કરવાનો વિરોધ નથી કર્યો અને કોરોના ને લઇ લોકો સરકારના નિર્ણય માં સહકાર આપે છે.

કોરોના સંક્રમણ ને લઈને પલ્લી નું આયોજન રદ કરવામાં આવ્યું છે. રૂપાલ ગામ પંચાયત નોટિસ બહાર પાડી છે. બહારગામના લોકોને રૂપાલ ગામ માં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોમવાર સુધી બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ છે અને એટલું જ નહીં પણ રૂપાલની બજારો બંધ રાખવા માટેનું પણ ફરમાન કરવામાં આવ્યું છે.

આજબપોરે 12 વાગ્યાથી બજારો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. માત્ર મેડિકલ શાકભાજી, દૂધ અને દળવાની ઘંટી ચાલુ રહેશે.

નોટીસનો અમલ નહીં કરનાર ની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. નીતિન પટેલ નું મહત્વ નું નિવેદન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!