સમાચાર

સંબંધીના ઘરે જતા બાઈક સવાર પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત… માતાની નજર સામે પિતા અને દીકરીનું મોત…

આજકાલ અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે શુક્રવારના રોજ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક પર સવાર માતા-પિતા અને દીકરીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત આટલો ભયંકર હતો કે ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયું છે. જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈની ફરિયાદના આધારે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર બાઇકને કમ્બાઈને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. વિગતવાર વાત કરીએ તો 28 વર્ષનો બલવીન્દર નામનો વ્યક્તિ પોતાની 26 વર્ષની પત્ની રેખા અને ચાર વર્ષની દીકરી દિવ્યા સાથે બાઈક પર સવાર થઈને તો માસીના ઘરે જઈ રહ્યો હતો.

પછી શુક્રવારના રોજ ત્રણેય એક બાઈક પર સવાર થઈને એક સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટનામાં બલવીંદર અને તેની ચાર વર્ષની દીકરી દેવિયાનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે બલવીંદરની પત્ની રેખા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

જેને આસપાસના લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને પછી આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરવામાં આવી હતી. પિતા અને દીકરીનું એક સાથે મોત થતા જ તેમના પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *