સમાચાર

સુરતમાં વધુ એક વ્યક્તિનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… પરિવારના સભ્યોનું હૈયાફાટ રુદન…

સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનામાં પાંડેસરા વિસ્તારમાં 38 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંજય હતું. સંજય કલર કામ કરીને વતનમાં રહેતા પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

મળતી માહિતી અનુસાર ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે સંજયનું કરુણ મોત થયું છે. રાત્રે સંજયને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તે બેભાન થઈ ગયું હતું. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા સંજયને મૃત જાહેર કર્યો હતો. સંજયના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.  ઉપરાંત વધુ એક ઘટના વરાછામાં બની હતી.

43 વર્ષના મહેશ નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મહેશ બાંધકામ સાઈડ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તે ઘરે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તે અચાનક બેભાન થઈને જમીન પર ઢાળી પડ્યો હતો.

પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મહેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મહેશના મોતના સમાચાર મળતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *