સમાચાર

કાર લઈને જતા પટેલ યુવકને ઝડપી ટ્રક ચાલકે કચડી નાખ્યો… યુવકનું કમકમાટીભર્યું મોત… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શનિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના મહેસાણાના નુગર બાયપાસ રોડ પર બની હતી.

આ ઘટનામાં એક ટ્રક ચાલકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં મોઢેરા ગામના યુવાનનું મોત થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનું નામ સ્મિત નરેશભાઈ પટેલ હતું.

સ્મિત શનિવારના રોજ સાડા સાત વાગ્યાની આસપાસ પોતાની હોન્ડા સિટી કાર લઈને પાલનપુરથી અમદાવાદ જઈ રહ્યો હતો. સ્મિતના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મહેસાણાના નુગર બાયપાસ સામેત્ર જતા કરસનપુરા બ્રિજ ઉપર સામેથી આવતા એક ટ્રકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સ્મિત પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું.

ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *