વડોદરામાં બાઈક લઈને જતા ફેક્ટરીના માલિકને ડમ્પર ચાલકે કચડી નાખ્યા, સારવાર મળે તે પહેલા કરુણ મોત… દીકરો કેનેડાથી આવશે પછી…

Published on: 10:40 am, Tue, 18 July 23

હાલમાં વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ડમ્પરની અડફેટેમાં આવતા એક ટુ વ્હીલર ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિ ફેક્ટરીના માલિક હતા. તેમનું નામ અજયભાઈ પુરોહિત હતું અને તેમની ઉંમર 53 વર્ષની હતી.

અજયભાઈ પુરોહિત શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ સોમનાથ નગરમાં રહેતા હતા. અજયભાઈ મકરપુરા જીઆઇડીસી માં માનવ એન્ટરપ્રાઇઝ નામે ફેક્ટરી ધરાવતા હતા. સોમવારના રોજ સવારે 12:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાની ટુ વ્હીલર લઈને ફેક્ટરીથી કોઈ કામ અર્થે વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા હતા.

તેઓ હનુમાન ચોકડીથી લક્ષ્મી હોટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી ડમ્પર ચાલકે અજય ભાઈની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં અજયભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને માંજલપુર પોલીસે ફરાર થયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા અજયભાઈનો દીકરો કેનેડામાં છેલ્લા એક વર્ષથી અભ્યાસ માટે ગયો છે. પિતાના મોતના સમાચાર મળતા જ દીકરો વડોદરા આવવા માટે રવાના થઈ ગયો છે. બુધવારના રોજ તે અહીં પહોંચશે અને ગુરુવારના રોજ અજય ભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં અજયભાઈનું દર્દનાક મોત થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં બાઈક લઈને જતા ફેક્ટરીના માલિકને ડમ્પર ચાલકે કચડી નાખ્યા, સારવાર મળે તે પહેલા કરુણ મોત… દીકરો કેનેડાથી આવશે પછી…"

Leave a comment

Your email address will not be published.


*