બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો, બાઈક પર સવાર મામા-મામી અને ભાણિયાનું મોત… હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઇ ગઈ…

Published on: 11:12 am, Tue, 18 July 23

દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રવિવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. રવિવારના રોજ બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો એક જ પરિવારના હતા.

વિગતવાર વાત કરીએ તો મુઝફફરપુરમાં રવિવારના રોજ એક પતિ-પત્ની અને તેમનો ભાણિયો બાઇક પર દિલ્હીથી મધુબની પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ભાણિયાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તે બંનેનું પણ મોત થઈ ગયું હતું.

વિગતવાર વાત કરીએ તો 26 વર્ષનો ગણેશ શર્મા પોતાની પત્ની અને ભાણીયા સાથે દિલ્હીમાં રહેતો હતો. મામા અને ભાણિયો બંને દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. છેલ્લા કેટલાય દિવસથી ગણેશ શર્માની તબિયત સારી ન હતી. જેથી તેઓ પોતાના વતન જવા માગતા હતા. આ કારણોસર તેમને ટ્રેનની ટિકિટ બુક કરવી હતી પરંતુ તેમને તેમની ટિકિટ મળી નહીં.

ત્યાર પછી તો શનિવારના રોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ ગણેશ શર્મા પોતાની પત્ની અને ભાણીયા સાથે બાઈક લઈને પોતાના વતન જવા માટે નીકળ્યા હતા. તેઓ રસ્તામાં ઘણી જગ્યાએ રોકાતા રોકાતા જતા હતા. રવિવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ તેઓ મુઝફ્ફરપુરમાં પહોંચ્યા હતા. એક જગ્યાએ થોડોક આરામ કર્યા બાદ તેઓ રાત્રે 11 વાગ્યાની આસપાસ પાછા બાઇક લઈને પોતાના વતન જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમની બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ભાણિયાનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે ગણેશ શર્મા અને તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો, બાઈક પર સવાર મામા-મામી અને ભાણિયાનું મોત… હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઇ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*