દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છેઃ અરવિંદ કેજરીવાલ

Published on: 7:20 pm, Tue, 22 November 22

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાને લઈને સતત લોકો વચ્ચે જઈ રહે છે. આમ આદમી પાર્ટીના આવ્યા બાદ ગુજરાતમાં પરિવર્તનની હવા વધી રહે છે તેવું લાગી રહ્યું છે. જાગૃત જનતાએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે.

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ સુરતમાં ઉપસ્થિત રહ્યા છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે અમરેલીમાં રોડ શોમા ભાગ લીધો હતો. ત્યારે આજરોજ કેજરીવાલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સભાની અંદર હજારો ની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખંભાળિયામાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ખંભાળિયામાં જાહેર સભા કરવા આવ્યા હતા. પરંતુ તેમની સભામાં લોકો આવ્યા ન હતા અને આજે હજારોની સંખ્યામાં લોકો અમારી સભામાં હાજરી આપવા માટે આવ્યા છે. દરેક લોકોના ચહેરા પર ખૂબ જ ખુશી છે, દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઈશુદાન ગઢવી ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે આવ્યા છે.

ભારતને આઝાદી મળ્યા ના 75 વર્ષ થઈ ગયા, પરંતુ આજ દિન સુધી ખંભાળિયામાંથી કોઈ મુખ્યમંત્રી નથી બન્યું. હવે 75 વર્ષ બાદ પ્રથમ વખત ખંભાળિયાના પુત્ર ગુજરાતનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે. આજે મને તમારા બધાની વચ્ચે આવીને ખૂબ જ ગર્વ નો અનુભવ થાય છે. હું ખૂબ જ ખુશ છું. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે ઘણી ચેનલોએ અહીંયા ત્યાં સર્વે બતાવ્યો છે પણ સાચો સર્વે 8 ડિસેમ્બરના રોજ આવશે. ગુજરાતમાં આઠમી ડિસેમ્બરના રોજ આ માનવી પાર્ટીની સરકાર બનશે અને ઇતિહાસ રચે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છેઃ અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*