મોદી કેબિનેટ વિસ્તરણ પહેલા જ ડોક્ટર હર્ષવર્ધને આપ્યું રાજીનામું, જાણો કોને મળશે પ્રમોશન…

Published on: 3:55 pm, Wed, 7 July 21

આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરશે તેવી સંભાવનાઓ છે. કેબિનેટ બેઠક પહેલા જ ઘણા નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. કેબિનેટ વિસ્તરણ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હાલમાં 81 મંત્રીઓ બનાવી શકે છે. હાલમાં સરકાર પાસે 53 કેબિનેટ મંત્રીઓ છે. એટલે 28 નવા મંત્રીઓ આગામી સમયમાં કેબિનેટમાં સામેલ થઈ શકે છે.

કેબિનેટ વિસ્તરણ આજે સાંજે થઈ શકે છે. 20 થી 22 મંત્રીઓ શપથ લઇ શકે છે. આ શપથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે 6 વાગે લેવડાવશે.

ઉપરાંત મોદી કેબિનેટ વિસ્તાર અને પહેલા જ 4 કેન્દ્રીય મંત્રી ઓ એ રાજીનામું આપી દીધું. મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી દેબોશ્રી ચૌધરી, શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંક, શ્રમ મંત્રી સંતોષ ગંગવાર અને ખાતર મંત્રી સદાનંદ ગૌધ્ધા રાજીનામું આપ્યું છે.

આ ઉપરાંત કેબિનેટ વિતરણના ગણતરીના કલાકો પહેલા જ સ્વાસ્થ્ય મંત્રી ડો રાજીનામું આપી દીધું અને મળતી માહિતી મુજબ ડોક્ટર હર્ષવર્ધન ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આ ઉપરાંત જી. કિશન રેડ્ડી મોદી સરકારમાં ગૃહરાજ્યમંત્રી છે. તેઓ હૈદરાબાદના સિકંદર બાદ લોકસભા બેઠકના સાંસદ છે. મળતી માહિતી મુજબ તેમને કેન્દ્રીય મંત્રી બનાવાય તેવી સંભાવનાઓ છે.

આ ઉપરાંત ગુજરાતના મનસુખ માંડવિયા નું પ્રમોશન થઇ શકે તેવી શક્યતાઓ છે. તેઓ ભાજપના રાજ્યસભાના સાંસદ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!