ધોળકા-બગોદરા હાઈવે પર ઈકો કારનું અકસ્માત થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:11 am, Sun, 9 January 22

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે ધોળકા બગોદરા હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે પુરુષો અને ત્રણ મહિલાઓએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે 108 મારફતે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ધોળકા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર ઇકો કારમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના વારસંગમાં રહેતા ઠાકોર પરિવાર ઇકો કાર લઈને માતાજીના દર્શન કરવા માટે બરવાળા જતા હતા. જ્યારે તેઓ ધોળકા બગોદરા હાઈવે પર સાઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે પહોંચ્યા ત્યારે તેમની ઈકો કાર ને એક ટ્રકે ટક્કર લગાવી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ અને 2 પુરુષોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઈકો કારમાં ચાર બાળકો પાંચ પુરુષો અને છ મહિલાઓ મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી ત્રણ મહિલાઓ અને બે પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માત બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને 108ની ટીમને કરી હતી. ત્યારબાદ 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોળકા-બગોદરા હાઈવે પર ઈકો કારનું અકસ્માત થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*