પતંગની દોરીએ એક મહિલાનો લીધો જીવ : ભરૂચમાં એકટીવા લઈને નીકળેલી મહિલાના ગળામાં પતંગની દોરી આવી જતા, મહિલાનું મૃત્યુ…

Published on: 10:18 am, Sun, 9 January 22

ભરૂચમાં પતંગની દોરી ના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હીરેન મિસ્ત્રી શનિવારના રોજ સાંજના સમયે પોતાના ઘરેથી એકટીવા લઈને 9 વર્ષના પોતાના પુત્ર સાથે ભોલાવ ખાતેના ભુગુઋષિ બ્રીજ પર થઈને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી.

જ્યારે મહિલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ પતંગની દોરી મહિલાના ગળાના ભાગે આવી હતી તેના કારણે મહિલાની બાઈક સ્લીપ થઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે જ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મહિલાના ગળામાં દોરી આવી જતાં મહિલાના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

બીજી તરફ મહિલાનો પુત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકોએ ઘટનાની જાણ થતા તાત્કાલીક 108 ની ટીમલી કરી દીધી હતી. ત્યારબાદ મહિલા અને 108ની ટીમ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ અંકિતાને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઈ ગયેલા 9 વર્ષના પુત્રને જોઈને હોસ્પિટલમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આ આકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતંગની દોરીએ એક મહિલાનો લીધો જીવ : ભરૂચમાં એકટીવા લઈને નીકળેલી મહિલાના ગળામાં પતંગની દોરી આવી જતા, મહિલાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*