કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં મન ફાવે તેટલું જમો માત્ર 50 % પૈસામાં, બાકીનું બિલ સરકાર ચૂકવશે

Published on: 6:26 pm, Fri, 10 July 20

કોરોનાવાયરસ ના ભોગ બનેલા બ્રિટનમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો લોકો સામે આર્થિક પડકારો ઊભા થઇ રહ્યા છે . જેને રાહત આપવા માટે બ્રિટનની બોરિસ જોન્સન ની સરકારે 277 અબજ રૂપિયાની જંગી પેકેજની જાહેરાત કરી છે. સાથે જ વેટ માં પણ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે તેનું એલાન કરતાં કહ્યું હતું કેઓગસ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન લેનારા લોકોને બિલ માં 50 ટકાની છૂટ મળશે. આ છૂટ ગમે તેટલી વખત ભોજન કરે તો પણ મળશે.

આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા તમામ રેસ્ટોરન્ટ, કાફે અને પબ માં આ ફાયદો અપાશે બ્રિટિશ સરકારે સારું આરોગ્ય આપવા માટે આ પ્રકારની યોજના જાહેર કરેલ છે.

Be the first to comment on "કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં મન ફાવે તેટલું જમો માત્ર 50 % પૈસામાં, બાકીનું બિલ સરકાર ચૂકવશે"

Leave a comment

Your email address will not be published.


*