કોરોનાવાયરસ ને અટકાવવા માટે મળી સંજીવની સમાન વેક્સિન, કોરોના નું મૃત્યુ દર ઓછું કરવામાં વિશેષ યોગદાન

કોરોનાવાયરસ ના ઇન્ફેક્શનથી લોકોને બચાવવા માટે અને સારવાર કરવા માટે વેક્સિન અને દવા શોધવા માટે આજે આખા વિશ્વના વૈજ્ઞાનિકો ધંધે લાગી ચૂકા છે. આ તમામ વાતો વચ્ચે ટીબી માટે ઉપયોગમાં લેવાતી વર્ષો જૂની દવા bcg થી કોરોના નું મૃત્યુ દર ઓછો થવાની આશા જાગી છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકા જેવા વિકસિત દેશો અને લેટિન અમેરિકા જેવા વિકાસશીલ દેશોમાં મૃત્યુદર ઓછા થવા પાછળ એક કારણ ટીબીની દવા હોઈ શકે છે.

વર્જિનિયા ટેકના કોલેજ ઓફ નેચરલ એન્ડ એન્વાયર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર લુઇસ એસ્કોબાર આ વાત પર રિસર્ચ કર્યું કે અમુક વિકાસશીલ દેશોમાં અમેરિકા ના સ્ટેટસ પ્રમાણે મૃત્યુ દર ઓછો કેમ છે, આવા દેશોમાં વસ્તી પણ વધુ છે અને ભીડ પણ છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે જે દેશોમાં covid 19 ના કારણે મૃત્યુદર ઓછા છે, ત્યાં લોકોની ઉંમર, આયુષ્ય, અને હેલ્થ સુવિધાને લઈને ભારે વિવિધતા જોવા મળી છે. જોકે, આ તમામ વાતો વચ્ચે એક ચીજ સમાન હતી અને તે છે ટીબીના વેક્સિનેશન પ્રોગ્રામ.

ખાસ વાત એ છે કે એપ્રિલમાં WHO એ સ્પષ્ટ જણાવ્યું હતું કે bcg ની વૅક્સિન ના કારણસર કોવિડ 19 થી લોકોને બચાવવા માટેના કોઈ પુરાવા નથી . કારણ કે તેના પર સૌથી વધુ રિસર્ચમાં લોકો સમાજમાં અંતર, ટેસ્ટિંગ મહામારી ના સ્તર જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી. જોકે એસ્કોબાર નું કહેવું છે કે તેમની ટીમ તમામ સામાજિક ધ્યાનમાં રાખતા એનાલિસિસ કર્યું છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*