વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં ભૂલ્યા ભાન, કહ્યુ એવું કે…

Published on: 5:30 pm, Wed, 28 October 20

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરવા જતાં મર્યાદા ભૂલી ગયા હતા. પ્રધાનમંત્રી મોદી ઉપર આકરા પ્રહાર કરતી વખતે તેમને કહ્યું કે ખાંડની મિલો ચાલુ કરવા અને પકોડા નો બિઝનેસ કરવાનું કહેનારા વડાપ્રધાન મોદી ને ચા પીવડાવી દો અને તળીને પકોડા પણ ખવડાવી દેજો. ચંપારણમાં પોતાની પહેલી જ રેલીમાં તેજસ્વી યાદવ ના વખાણ કરતા પ્રધાનમંત્રી મોદી અને નીતિશ કુમારની આલોચના કરવામાં આવી હતી.

આ સમય દરમિયાન રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીની ટીકા કરવા જતાં મર્યાદા ભૂલ્યા હતા અને કહ્યું કે, આ વર્ષે દશેરામાં રાવણ ની જગ્યાએ પ્રધાનમંત્રી મોદી ના પૂતળા ને સળગાવી દેવામાં આવ્યા હતા.કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યુ.રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર ખુબ જ આકરા પ્રહાર કર્યા.

કે,સામાન્ય રીતે દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે પરંતુ પંજાબમાં વખતે પ્રધાનમંત્રી મોદી અને અદાણી ના પૂતળાનું દહન કરવામાં આવ્યો હતો.આ વખતે સમગ્ર પંજાબમાં દશેરા પર રાવણ નહીં.

પરંતુ નરેન્દ્રમોદી, અંબાણી અને અદાણી ના પૂતળાનું દહન થયું હતું. આ દુઃખદ બાબત છે પરંતુ આવી એ માટે થઈ રહ્યું છે કારણ કે ખેડૂતો સંકટમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!