મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વચ્ચે ઝઘડાને લઇને કોંગ્રેસના આ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન

Published on: 6:17 pm, Wed, 28 October 20

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા.વડોદરાના કરજણમાં રાજીવ સાતવ પ્રચાર માટે પહોંચ્યા હતા અને ત્યારે પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી અને સી આર.પાટીલ ને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજીવ સાતવે કહ્યુ કે, આ ચૂંટણી નું કારણ ભાજપની સત્તા લાલસા છે. જનતા ભાજપ સરકારે સ્પષ્ટ છે અને ભાજપમાં ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ ચાલી રહી છે.શિક્ષણને લઈને જ રાજ્યની જનતા આક્રોશમાં છે.

અને ભાજપે ગદ્દારોને કેટલામાં ખરીદા? ભાજપની ખોટી નીતિના જવાબ જનતા પેટાચૂંટણીમાં આપશે. આ મહત્વપૂર્ણ નિવેદન ગુજરાતી એક ન્યૂઝ ચેનલના એક ખાસ વાત-ચીત કાર્યક્રમમાં કહ્યું હતું.રાજીવ સાતવ ચૂંટણીપ્રચારમાં જોડાયા હતા ત્યારે એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે ઝઘડો ચાલે છે અને આ ઝઘડામાં નીતિન કાકા પીસાય છે.ભાજપની સત્તા લાલસા ના કારણે ચૂંટણી આવી છે અને કોરોના કાળ માં ભાજપના કારણે ચૂંટણી યોજાઈ રહી છે.

પાંચ વર્ષમાં બે વખત જનતાને મતદાન માટે મજબૂત કરાઈ રહ્યા છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું છે અને એનો જવાબ જનતા પેટાચૂંટણી મા આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!